ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાંથી 700 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડ ના હિંગળાજ ગામ તેમજ ભાગડાખુર્ડ ગામે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ કરાયું છે,હિંગળાજ ગામે 2000 લોકો ફસાયા છે તો ભાગડાખુર્ડ ગામે લોકો નું રેસ્ક્યુ કરાઈ રહ્યું છેવલસાડ ની ઔરંગા નદી ના પાણી 10 જેટલા ગામો માં ઘુસ્યા છે તોવહીવટી તંત્ર સાથે NDRF ની ટિમ સહિત હવે બચાવકામગીરી માં કોસ્ટગાર્ડ દમણ પણ જોડાયું છે.
જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસાદને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જ્યારે ગુજરાતના તાપી જિલ્લાના પંચોલ અને કુંભિયા ગામને જોડતો પુલ વરસાદના ધોધમાં ધોવાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓએ ખતરનાક સ્તરને વટાવી દીધું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી અને વલસાડ જિલ્લામાંથી 700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસાદને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો.