ગુજરાતમાં ધોલેરા એરપોર્ટનું કામ હવે ખુબજ ઝડપથી આગળ વધશે કારણ કે મોદી કેબિનેટમાં 1305 કરોડના ખર્ચે ધોલેરામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી મળી જતા હવે ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ 48 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે અને એમઆરઓ, ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝને પણ ઉત્તેજન મળશે. વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદથી વધતા જતા ટ્રાફિક પણ નિયંત્રિત થઈ જશે.
ગ્રીનફિલ્ડ એેરપોર્ટમાં મુસાફરોની સુવિધા તેમજ કાર્ગો સુવિધા ઉપલબ્ધ હશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપતા ઉમેર્યું હતું કે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપર ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની તેનું બાંધકામ પૂર્ણ કરશે
ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પર્યાવરણીય મંજૂરી અને સિક્યુરીટી ક્લિયરન્સ મળી ગયુ છે.
એટલુંજ નહિ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદથી ધોલેરા સુધી લગભગ 3800 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો સિક્સ લેન એક્સપ્રેસ હાઈવે તૈયાર થશે. આ એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવા માટે એનએચએઆઈ દ્વારા જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાઈવેની વચ્ચે મેટ્રો ટ્રેન પણ દોડાવાશે.
આમ,ગુજરાતમાં ધોલેરા મહત્વનું સ્થળ બની જશે.