અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 14 જુલાઇ, 2021ના રોજ 41 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,346 લાખ થઇ ગઇ છે.
ગુજરાતમાં ફરી કોરોના રસીકરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યુ છે. રાજ્યમાં આજે બુધવારે એક પણ વ્યક્તિને વેક્સીન મૂકવામાં આવી નથી. આ પહેલા ગત સપ્તાહે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એમ સળંગ ત્રણ દિવસ રસીકરણ બંધ રહ્યુ હતુ.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,13,583 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.69 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણથી આજે બુધવારે એક પણ દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10074 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 689 થઇ છે અને જેમાંથી હાલમાં 08 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.