ગુજરાતમાં ભાજપના નેતાઓ પોલીસ અને બુટલેગર ના મેણાપીપણામાં દારૂનો ધંધો વકર્યો હોવાનો ખૂલ્લો આક્ષેપ MLA જિજ્ઞેશ મેવાણીએ પત્રકારોના કેમેરા સામે કરતા ભારે સનસનાટી મચી ગઇ છે.
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે આખા રાજ્યમાં ભારે હાહાકાર મચ્યો છે ત્યારે ગામમાં અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતે પહોંચેલા MLA જિજ્ઞેશ મેવાણીએ કમલમમાં બેઠેલા ભાજપના નેતાઓ સુધી દારૂના હપ્તા જતા હોવાનો સનખેજ આક્ષેપ કરતા ભારે હોબાળો મચી ગયો છે આ નિવેદન તેઓએ મીડિયા સામે ઓન કેમેરા આપ્યું હતું.
મેવાણી એ અક્ષેપો કર્યા કે ગુજરાતમાં ભાજપના નેતાઓ પોલીસ અને બુટલેગર ના મેણાપીપણામાં દારૂનો ધંધો ચાલે છે અને રાજ્યના દરેક જિલ્લામાં અને તાલુકામાં દારૂ વેચાય છે
અને જ્યારે મીડિયા આવા મુદ્દા ઉપાડે ત્યારે સરકાર તપાસ પંચ નું નાટક કરે અને નાના કર્મચારીઓ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એ એસ આઈ ને સસ્પેન્ડ કરવા પણ ઉચ્ચ અધિકારીઓ કે જેમની રહેમનજર હેઠળ આવા અડ્ડાઓ ચાલતા હોય છે આવા ઉચ્ચ અધિકારીઓ અને કમલમમાં બેઠેલા નેતાઓ સુધી હપ્તા જતા હોયછે તેની ક્યારેય તપાસ થતી નથી
હાલ ડીવાયએસપી કક્ષાના અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીઓ ને તપાસ સોંપવા માંગ કરી હતી.
તેઓએ જણાવ્યું કે આ ટેમ્પરરી ગોઠવણ છે બધું ઠંડુ થાય એટલે પત્યું.
તેઓએ કહ્યું કે મોટી માછલીઓ પકડાતી નથી.
સરકાર જો કોરોના દરમિયાન ચાર માણસો ભેગા થયા હોય તેને ડ્રોન થી પકડી શકતી હોય તો દારૂના પીઠા કેમ નહિ.
રાજ્યભરમાં દારૂ ઉતરે છે અને જે વિરોધ કરે તેની ઉપર હુમલા થાય છે
આમ,રાજ્યમાં દારૂબંધી મામલે જીગ્નેશ મેવાણી એ ભાજપ ને આડેહાથ લઈ ગંભીર અક્ષેપો કર્યા હતા.