ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ મુખ્યત્વે આપ અને ભાજપની તૈયારીઓ દેખાઈ રહી છે, એક તરફ અમિત શાહ અને મોદીજીના ઉપરા ઉપરી કાર્યક્રમો હોય છે તેજ રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ પણ સતત ગુજરાતના પ્રવાસે આવે છે અને હવે જાણે કોંગ્રેસ નિષ્ક્રિય જણાય છે અને હવે ભાજપ બાદ ગુજરાતમાં એક્ટિવ પક્ષ હોયતો તે આમ આદમી પાર્ટી છે.
અને કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવતા હોય ગુજરાતમાં હવે આપ નું સ્થાન મજબૂત જણાઈ રહ્યું છે.
ત્યારે આજે 25 જુલાઈ સોમવારથી બે દિવસ માટે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં સોમવારે કેજરીવાલ સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને 26 જુલાઈએ રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે સંવાદ કરશે.
અરવિંદ કેજરીવાલનો સૌરાષ્ટ્ર પ્રવાસ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25મી જુલાઈના રોજ સાંજે રાજકોટ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ હોટલ માં રાત્રિ રોકાણ કરશે. આ વખતે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથની મુલાકાતે આવશે.
કેજરીવાલ સોમનાથ મંદિરમાં કરશે દર્શન
બીજા દિવસે 26 જુલાઈના રોજ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા મંદિર પહોંચશે.
સોમનાથ મંદિરેથી મહાદેવજીના દર્શન બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ જવા રવાના થશે, અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે.
આમ,હવે તેઓ દિલ્હી,પંજાબ બાદ ગુજરાતમાં પોતાના પક્ષને મજબૂત બનાવવા ભાજપ સામે જોરદાર ટક્કર આપતા ગુજરાતમાં આપ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ જોવા મળશે.
