ગુજરાત પોલીસ ખાતામાં મોડી રાતે 22 IPSની બદલી કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
જેમાં આણંદ એસપી સહિત 22 આઈપીએસ અધિકારીને બદલી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
હજુ આગામી સમયમાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે.
ભાવનગરના એએસપી હસન સફીનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે.
હાલ આ બદલીઓના કારણે ટૂંક સમયમાં નવી જગ્યા પર અધિકારીઓ જલ્દીથી ચાર્જ લઈ લેશે. કારણ કે થોડા સમય બાદ ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક કરવામાં આવી શકે.
હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. તે દરમિયાન આઈ પી એસ અધિકારીની બદલી થતાં હવે અન્ય આઇપીએસની પણ ટૂંક સમયમાં બદલી થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
વિગતો મુજબ ડીસીપી, અમદાવાદ ટ્રાફિક ડીસીપી ભગીરથ ગઢવીની રાજકોટ ઝોન 2 ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે, ઝાલોદના એએસપી વિજયસિંહ ગુર્જરની વલસાડ એસઆરપીએફ કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.
IPS બાદ રાજ્યના 82 નાયબ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે,ગૃહ વિભાગ દ્વારા 19 IPS અને 3 SPSની બઢતી અને બદલી કરવામાં આવી છે.