ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે હવે આંકડો છેક 13 હજારને પાર થઇ ગયો છે. ત્યારે આજે 23 એપ્રિલ, 2021ના રોજ ફરી રાજ્યમાં નોંધાયેલા નવા કેસનો આંક 13,804 આવ્યો છે જ્યારે 5618 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 142 એ પહોંચી છે. આ સાથે રાજ્યમાં હાલ કોરોના વાયરસની સારવાર લઇ રહેલા એટલે કે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખને ક્રોસ કરી ગઇ છે. જે ગુજરાતમાં કોરોના સંક્રમણને લઇને વકરી રહેલી પરિસ્થિતિના સંકેત આપે છે,
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,61,493 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 77.30 થયો છે. તો રાજ્યમાં કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.
તમને જણાવી દઇએ કે, હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 1,00,128 થયો છે તો વેન્ટિલેટર પર 384 લોકો છે, જ્યારે 99,744 હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુઆંક 6019 એ પહોંચ્યો છે.