રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાઇ રહ્યો છે. જેમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 210 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત થયા છે. તથા ફક્ત અમદાવાદ સિવિલમાં સ્વાઈન ફ્લૂના 31 દર્દીઓ દાખલ છે. અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા છે.
જેમાં રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગના સલામતીના દાવા થયા પોકળ સાબિત થયા છે. સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. રાજ્યસ્થાનમાં 33માંથી 31 જિલ્લા સ્વાઈન ફ્લૂના સકંજામાં છે. તેમજ રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 789 કેસ નોંધાયા છે. તથા 51 લોકોના મોત થયા છે.
રાજ્યમાં રોગચાળાએ માઝા મૂકી છે. છેલ્લા 22 દિવસમાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 66 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 19 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 19 કેસ અને રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 27 કેસ નોંધાયા છે.
જેમાંથી રાજકોટ શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3 અને રાજકોટ જિલ્લામાં 6 લોકોના મોત થયા છે. તેમજ હાલ રાજકોટ શહેરમાં 30 દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે.
આ ઉપરાંત અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી 13ના મોત થયા. સ્વાઇન ફ્લૂના 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. સિવિલમાં સ્વાઇન ફ્લૂના 31 દર્દીઓ દાખલ છે. જેમાં 2 દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા છે.
વકરતા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં પણ ડોક્ટરોની ટીમ સજજ કરાઇ છે. અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તે પ્રમાણેની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે.