રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે ત્યારે હવે લઠ્ઠાકાંડ સર્જાતા સરકાર ભેરવાઇ પડી છે હાલ છેલ્લા અહેવાલો મુજબ મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. ત્યારે સીએમ કે ગૃહમંત્રીનું ભલે ટ્વિટ ન થયું હોય પણ રાજ્યમાં યોગાનુયોગ હાજર અરવિંદ કેજરીવાલે મૃતકો ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દીધી છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓ અસરગ્રસ્તોની મુલાકાત લઇ શકે છે. કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.
