રાજ્ય માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે અને અંધાધૂંધી ફેલાઈ છે તો બીજી તરફ રાજકીય ફેરફારો માં મુખ્યમંત્રી મે મહિના ના અંત માં પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે તેવી સંભાવના હોવાનું સૂત્રો જણાવી રહયા છે. આગામી વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી તેને લક્ષ્યમાં રાખીને આ વિસ્તરણ કરવામાં આવનાર હોવાનું કહેવાય છે,જેમાં પાંચથી સાત મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરવા સાથે નવા આઠથી દસ મંત્રીઓ ઉમેરવામાં આવે અને કેટલાક ને પ્રમોશન પણ મળી શકે છે તેવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
જોકે,હાલ કોરોના ગુજરાતમાં બેફામ વકર્યો હોવાથી સરકાર આ બાબતમાં કોઇ ફોડ પાડતી નથી. વિસ્તરણ દરમિયાન અમુક મંત્રીઓને રાજ્ય કક્ષામાંથી કેબિનેટ કક્ષામાં પ્રમોશન મળી શકે છે. આ માટે જે-તે વિસ્તાર અને જ્ઞાતિના સમીકરણને પણ ધ્યાને લેવાશે. દિલ્હીથી આ માટેની આખરી મંજૂરી ગયા બાદ વિસ્તરણને આખરી ઓપ આપી દેવાશે એમ મનાય રહ્યું છે.
