ગુજરાતમાં આજે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’નો રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ થયો છે.
કરણી સેનાએ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે.
ફિલ્મના કેટલાક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારની રિલીઝ અટકાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરવામાં આવી છે.
આજે(શુક્રવાર) આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ પણ કરવામાં આવી હતી
રાજપુત કરણી સેનાના અગ્રણી જે.પી જાડેજા એ જણાવ્યું હતું કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો કરણી સેના રોડ ઉપર ઉતરશે.
આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યા છે.
હજુ પઠાણ ફિલ્મનો વિરોધ શાંત નથી પડ્યો ત્યાં ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર વિવાદમાં ફસાઈ છે.
ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર રિલીઝ થવા પણ પર વાંધો ઉઠાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે વિરોધ શરૂ થયો છે.