ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં એકપણ બેઠક કોંગ્રેસને નહિ મળતા હાર્દિક પટેલ,અમિત ચાવડા અને ધનાણી રાજકારણ ના શતરંજ માં ફેઈલ થઈ જતા હવે તેઓ ની કેપીસીટી મપાઈ જતા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકાર્યા બાદ મોડી સાંજે હાઇકમાન્ડ સાથે વાત કરી નિષ્ફળતા મામલે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે રાજ્યના 8 વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના નિશાન પર 8 ધારાસભ્ય 2017માં ચૂંટાયા હતા. આ પેટાચૂંટણીમાં ખાલી પડેલી 8 બેઠક વર્ષ 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસની હતી. હવે આ પેટાચૂંટણીમાં 8 બેઠક જાળવવાની જવાબદારી કોંગ્રેસ પ્રદેશના નેતાઓની હતી, પણ કોંગ્રેસે 8 બેઠક ગુમાવી હતી. મોડી સાંજે અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ દિલ્હી મોવડીમંડળ સાથે વાતચીત કરી પક્ષને મજબુત કરવા રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે અને ગુજરાત માંથી કોંગ્રેસ ના સુપડા સાફ થઈ જતા તેઓ રાજકારણ ના શતરંજ માં ફેઈલ હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
