રાજ્ય માં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 7 હજારને પાર થઈ ગયો છે અને હાલ 7321 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં 1,580 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 28 નવેમ્બરે 1598 કેસ હતા. ગઈકાલે 1,565 કેસ નોઁધાયા હતા. જ્યારે 989 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2 તથા વડોદરા અને ગાંધીનગરમાં 1-1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,450 થયો છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં મૃત્યુઆંક 7 થયો છે.
આગામી 25મી માર્ચથી આબુ જતા પ્રવાસીઓ માટે RTPCR નેગેટિવ ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયો છે. રાજસ્થાનમાં પ્રવેશ કરતા જ કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવશે. જેમાં 72 કલાક સુધીનો જ રિપોર્ટ માન્ય ગણાશે.
આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.90 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 29 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.
અત્યાર સુધી 30 લાખ 48 હજાર 462 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 96 હજાર 893 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 36 લાખ 45 હજાર 355નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 9 હજાર 305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 87 હજાર 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,450 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 238 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7250 દર્દીની હાલત સ્થિર છે.
આમ કોરોના ના કેસો વધતા હવે તંત્ર માં ચિંતા પ્રસરી છે.