કૃષિ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ને હવે ગુજરાત ના ખેડૂતો નું પણ સમર્થન મળતા ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે.
જેમાં દરેક તાલુકામાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ગુજરાતના ખેડૂતોએ ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.
બુધવારે પણ કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ખેડૂત આગેવાનોએ સંબોધન, સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ ગજેરા એ જણાવ્યું કે, આજે વડોદરા, ભરૂચ, મોરબીના ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે, વડોદરાથી એક જૂથ ખાસ લંગર સેવા માટે આવી પહોંચ્યું છે અને બાકીના ખેડૂતો પણ તબક્કા વાર અહીં આવશે તેવું આયોજન કરાયું છે.
