ગુજરાત ના દરિયા માં કરંટ જોવા મળી રહ્યો છે પરિણામે ખરાબ હવામાન ને કારણે ગુજરાત ના બે બંદર જાફરાબાદ અને પીપાવાવ બંદરે 1 નંબર નું સિગ્નલ લગાવાયું છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારો ને દરિયો નહિ ખેડવા ચેતવણી આપી છે.
કારણ કે જાફરાબાદ ની અનેક બોટો દરિયા માં છે.
હાલ અમરેલી ની આસપાસ ના દરિયાકાંઠે કરંટ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ને સાવચેત રહેવા જણાવાયું છે.
