ગુજરાત ના IAS અધિકારી ડો. જયંતિ રવિના આજકાલ કોરોના માં સારી કામગીરી બજાવી રહ્યા છે અને તેઓના કામ ની પ્રશંસા પણ થઈ રહી છે તો બીજી તરફ તેઓના પતિની કંપની આર્ગ્યુસોફટ ઈન્ડિયા લિ.ને લઈ થોડો વિવાદ પણ ઉભો થયો છે તેમના પતિની આ કંપની ને કોઈપણ કોન્ટ્રાકટ આપતા પહેલા સરકારની મંજૂરી ફરજીયાત રીતે લેવાની રહેશે. એ મુજબ ના જારી કરાયેલા પરિપત્ર ને લઈ સંબધિતો માં આ મેટરે ખાસ્સી ચકચાર સાથે ઉત્સુકતા જગાવી છે આખરે આવું કેમ કરવું પડ્યું તે વાત ચર્ચા ના પરિઘ માં રહેવા પામી છે.
મીડિયા ના હવાલે થી બહાર આવેલી વિગતો માં જણાવાયું છે કે ડો જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની માલિકીની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામક એક સોફટવેરની ખરીદ કર્યું હતું જેમાં આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. તે માટે આ બહેનોને મોબાઈલ ફોન અપાયા હતા. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર હતું. જો કે તેનુ કોઈ ટેન્ડર બહાર પડાયું હતુ કે કેમ તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી એટલુંજ નહિ આ કંપનીને કેટલા નાણા કયારે અને કઈ રીતે ચૂકવાયા તે હકિકત પણ જેને ખબર હોય તેને જ હશે. આ બધા વચ્ચે હવે કોરોના આવતા કોરોનાની સંપૂર્ણ કામગીરી ડો.જયંતિ રવિ સંભાળી રહ્યા છે અને રોજબરોજ અપડેટ આપી રહ્યા છે ત્યારે સ્ટાફને કોરોના સંદર્ભનો તમામ ડેટા આર્ગ્યુસોફટમા નાખી દેવા સૂચના મળતા કર્મચારી માં આ અંગે થોડી કાનફૂશી શરૂ થતાં મામલો બહાર આવ્યો હતો અને વાત ઉપર પહોંચતા
આખરે સરકારની સૂચનાને પગલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ કંપનીને કોન્ટ્રાકટ આપવા પર રોક લગાવતો પરીપત્ર ઠપકારી દઈ ડો. જયંતિ રવિને મોકલી આપ્યો હતો. જેમા સ્પષ્ટ રીતે જણાવાયું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના નિદાન, લેબોરેટરી, તપાસ, સારવાર વગેરે માટે જો ટેકોસોફટવેરમા ડેટા એન્ટ્રી દ્વારા મોનિટરીંગ કરવાનુ થાય તો આ બાબતોનુ ધ્યાન રાખવું,
પરિપત્રમા કોરોનાગ્રસ્ત લોકોના ડેટા સ્ટોરેજ તથા વપરાશ માટે દર્દીઓની સંમતિ જરુરી છે. આ બાબતે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે આ કંપની સાથે MOU કરવાના થાય તો વિભાગ કક્ષાએથી જરૂરી ઠરાવ થયા પછી આગળ વધવા સ્પષ્ટતા કરવામાં આવતાં હવે સરકારની મંજુરી વગર ડો. જયંતી રવિના પતિની કંપનીને કોઈ જ કોન્ટ્રકટ મળી શકશે નહીં.આ મુદ્દો સબંધીતો માં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને કર્મચારીઓ માં આ બાબતે દિવસભર ચર્ચા જાગી હતી. આમ ઉપર લેવલે પણ આવું બધું ચાલતું હોવાની વાત બહાર આવતા ચકચાર મચી છે.
