વિધાનસભા ની પેટા ચૂંટણીઓ નજીક માં છે ત્યારે રાજકારણ માં ઉથલ પાથલ મચી છે ગુજરાત ભાજપમાં સ્વર્ણિમ સંકુલ અને કમલમના વહેંચાયેલા પાવર સેન્ટર્સના સમયમાં કેન્દ્રીય મહિલા મંત્રી સ્મૃતિ ઇરાની એ ગુજરાત માં એન્ટ્રી કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ હવે આવનારા સમય માં નવાજૂની થશે તેવી ચર્ચા કરતા થઈ ગયા છે. જ્યારે કેન્દ્ર કોઈ મુદ્દાને જનતા સુધી પહોંચાડવા માગે અને એવી કોઈ વાત હોય ત્યારે કેન્દ્રમાંથી મંત્રીઓ આવે જ છે. અગાઉ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, રાજનાથ જેવા મંત્રીઓ આવી રીતે આવી ગયા છે, પરંતુ અગાઉથી જાહેર કાર્યક્રમ અનુસાર તેમના પ્રવાસની રૂપરેખા તૈયાર થતી હોય છે તેને સ્થાને ઈરાની અચાનક જ આવ્યાં છે. સંગઠનમાં રહેલાં ભાજપના એક નેતાએ જણાવ્યું કે, ઇરાનીના આગમનથી ગુજરાત ભાજપના ઘણા નેતાઓ આ વાત ને પોતાના એન્ગલ થી જોઈ રહ્યા છે. સ્મૃતિ ઇરાની ગુજરાતના રાજકારણમાં સક્રિય થશે તેવી ચર્ચા વચ્ચે ઈરાની ગુજરાતી પારસી વ્યક્તિનાં પત્ની હોવાથી તથા સ્પષ્ટ ગુજરાતી બોલી શકે છે. એટલું જ નહીં, ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે બે વાર ચૂંટાયાં છે અને રાજ્યના રાજકારણ, ભાજપના સંગઠનના લોકોથી પરિચિત હોય તેઓ ની આગામી ભૂમિકા શુ હશે તે અંગે અટકળો વહેતી થઈ છે
