રાજ્ય માં કોરોના મહામારી ફાટી નીકળી છે અને રોજના કેટલાય લોકો કોરોના માં જ મોત ને ભેટી રહ્યા છે ત્યારે સત્યડે ને મળેલી સરકારી યાદી માં કોરોના ના કેસો માં અને મૃતકો ની સંખ્યા માં મોટું અંતર જોવા મળ્યું છે.
આ એક અતિ ગંભીર પ્રકાર ની ભૂલ સામે આવતા ગૂજરાત સરકાર ની આંકડા ની ગોલમાલ ખુલ્લી પડી છે.
આ યાદી માં ગુજરાત સરકાર ની પ્રેસ નોટ માં વડોદરા ની વાત કરવામાં આવે તો 7 મોત અને નવા કેસ ૧૩૯ દર્શાવવામાં આવ્યા છે જ્યારે આ જ દિવસ ની વડોદરા શહેર ની યાદી માં 4ના મોત અને 422 નવા કેસ દર્શાવ્યા છે. ત્યારે આવડો મોટો તફાવત સરકારી તંત્ર ના સંકલન ની આ વ્યવસ્થા ની ચાડી ખાય છે.
આ એક ચોંકાવનારી બાબત છે જે અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ.
આમેય સરકારી ચોપડે નોંધાતા મૃતકો અને સ્મશાન માં કોવિડ પ્રોટોકોલ મુજબ નોંધાતા મૃતદેહો ની સંખ્યા માં મોટું અંતર જોવા મળી રહ્યું છે ત્યારે સરકારી બે યાદીઓ માં પણ આ રીતે લોલમ લોલ ચાલતું હોવાના ભોપાળા નો પર્દાફાશ થતા ચકચાર મચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટાંકી ને સવાલો કર્યા હતા ત્યારે આંકડઓ ની આટલી મોટી લાલીયાવાડી મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સબંધિત વિભાગ ના જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.
