એક અત્યંત રહસ્યમય ઘટના માં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમાર નું ટ્રેન મુસાફરી દરમિયાન રહસ્યમય મોત થઇ ગયું છે. મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી અજીતસિંહ નો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે અજીતસિંહ ઘરે આવવા નીકળ્યા હતા અને ટ્રેન માં મુસાફરી જ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આથી આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું કે અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજીતસિંહનું મૃત્યુ કંઈ રીતે થયું તે જાણી શકાયું નથી. અજીતસિંહનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો.
કોડીનારમાં રહેતા અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થઈ જતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. જો કે, તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથઈ મળી આવ્યો હતો. પરંતુ અજીતસિંહ મળી ન આવતા પરિવારજનોએ રેલવે મંત્રીને ટ્વીટ કરી જાણ કરી હતી. આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. અજીતસિંહનો સામાન વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવવાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. આમ આ ઘટના એ ભારે રહસ્ય ઉભું કર્યું છે.
