કોરોના ની સુનામી આખી દુનિયા માં ફરી વળતા ભારત સહિત વિશ્વ ની ઈકોનોમી ખોરવાઈ ગઈ છે અને લાખો લોકોએ નોકરી અને ધંધા ગુમાવતા એક બેરોજગાર નો માહોલ ઉભો થયો છે ત્યારે ભારત અને એમાંય નવું વર્ષ ગુજરાતીઓ માટે શુકનવંતુ સાબિત થશે. 2021 નું વર્ષ ગુજરાત ના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે નોકરીઓ નો ખજાનો લઈ ને આવશે વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર એ છે કે ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ઇન્ડસ્ટ્રીમાં આવનારા 6-8 મહિના બાદ લગભગ 30,000 થી 35,000 નવી નોકરી ની તકો ઉભી થશે.
વેસ્ટર્ન દેશોમાંથી જાન્યુઆરીથી કામ આવવાની આશા બંધાતા હવે આવનારા દિવસોમાં IT સેક્ટરમાં કંપનીઓએ જે રિક્રૂટમેન્ટ હોલ્ટ પર રાખ્યું હતું એ હવે ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. આવતા વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં જોબનો રેટ 10-15% વધી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહયા છે. અમેરિકામાં હાલમાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ત્યાંથી કેટલો અને કેવો બિઝનેસ આવશે એ જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મોટા ભાગની કંપનીઓ આવતા કેલેન્ડર વર્ષમાં હિયરિંગ કરશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે એ મુજબ કંપનીઓ નવી ભરતી શરૂ કરશે.
અત્યારસુધી કંપનીઓએ પોતાના એમ્પ્લોય પાસેથી ઘરેથી કામ કરાવી પોતાના વ્યવસાયને ટકાવી રાખ્યો છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે એને જોતાં IT કંપનીઓનું ફોકસ હવે ગ્રોથ કેમ કરવો એના પર છે. પશ્ચિમી દેશોમાં ડિસેમ્બરમાં ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થશે અને જાન્યુઆરીથી નવાં કામના બજેટિંગ પણ થશે. આમાંથી ઘણું કામ ભારતમાં આવવાની શક્યતા છે, એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આવતા કેલેન્ડર વર્ષની શરૂઆતથી IT સેક્ટરમાં નવી ભરતી શરૂ થશે. IT અને એની સાથે સંકળાયેલાં સેક્ટર્સ તરફથી નવી રિક્રૂટમેન્ટ વધી રહી છે. કોરોના અને લોકડાઉન બાદ તમામ ક્ષેત્રની કંપની પોતાના સોફ્ટવેર, વેબસાઈટ અને મોબાઇલ એપ અપગ્રેડ કરી રહી છે અથવા તો નવી બનાવી રહી છે. આવી સ્થિતિમાં IT સેક્ટરમાં કામ ઘણું વધ્યું છે. નવા સંજોગો ઊભા થયા છે તેના લીધે કંપનીઓ પોતાનું IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરી રહ્યા છે, એને કારણે આ સેક્ટરમાં આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં જોબ માટે દરવાજા ખુલી જશે. આગામી દિવસોમાં અમેરિકા સહિતના દેશોમાંથી કામ આવવાની શરૂઆત થશે. કંપનીઓને આશા છે કે આવનારા દિવસોમાં કામ જરૂરથી વધશે અને એ જોતાં અત્યારે કંપનીઓએ અટકી પડેલી ઇન્ક્રિમેન્ટ સાઈકલ ફરી શરૂ કરી છે, જે કોરોનાને કારણે અટકી પડી હતી. પેમેન્ટના ઈશ્યુને કારણે ઘણી IT કંપનીઓએ પગારવધારો અટકાવી દીધો હતો, હવે તેઓ ફરી સેલરી રિવ્યુ કરી રહી છે.
ગુજરાતમાં આ ઉદ્યોગમાં અંદાજે 3 લાખ લોકો કામ કરી રહ્યા છે. લોકડાઉન શરૂ થયું ત્યારે ગુજરાતમાં આવેલી 3000થી વધુ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું હતું. માર્ચમાં લગભગ 2.25 લાખ લોકો ઘરેથી કામ કરતા થયા હતા અને આજની તારીખે 90% જેટલો સ્ટાફ એટલે કે અંદાજે 3.5 લાખથી વધુ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ સરળ નથી, સૌથી મોટો પ્રશ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આવે છે અને કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરે સેટઅપ કરવા માટે મદદ કરી રહી છે. આ ઉપરાંત સિક્યોરિટીનો પ્રશ્ન આવે છે. લોકડાઉનમાં લોકો હવે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પર ફોકસ કરી રહ્યા છે, જેથી એમ્પ્લોયી અને કંપની બંનેને ફાયદો થાય તેવી શક્યતાઓ ઉજળી બની છે આમ નવા વર્ષ માં ટેલેન્ટેડ યુવાનો ને કામ મળવાનું છે અને કોરોના માં છવાઈ ગયેલા નિરાશા ના વાદળો ખુબજ જલ્દીથી હઠી જાય તેવા સંજોગો બની રહયા છે.
