કોરોના ની હાડમારી મા લોકો થાક્યા છે કોઈ પાસે ધંધો નથી,નોકરી ગઈ છે વરસાદે ખેડૂતો નું ઘણી જગ્યા એ નુકસાન કર્યું છે માત્ર જે લોકો પાસે જરૂર કરતાં વધારે રૂપિયા છે તેવા બે નંબરીયાઓ ને બાદ કરતાં મોટાભાગ ના લોકો આર્થિક રીતે કંગાળ થઈ ગયા હોય કોરોના અને મોંઘવારી સહિતની સમસ્યાઓને લીધે લોકોને ગુજરાતની પેટાચૂંટણીમાં ખાસ રસ જ નહી હોવાનું સર્વે માં જાણી શકાયું છે. તો બીજી તરફ બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં વ્યસ્ત છે, તેથી તેમને ગુજરાતની પેટાચૂંટણીમાં ઝાઝો રસ નથી. આ કારણે ભાજપ માટે પ્રચાર જમાવવો મુશ્કેલ છે. મોદી-શાહની ગેરહાજરીમાં ભાજપના નેતાઓના માથે પેટાચૂંટણી જીતવાની જવાબદારી આવી છે, તેથી તેમણે કાર્યકરો ને એરિયા મુજબ જવાબદારી આપી છે બીજી તરફ કોંગ્રેસ માં પણ કંઈક આવી જ સ્થિતિ છે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી પણ હવે ગુજરાત નહિ આવે તેવા અહેવાલ છે. સલામતીનાં કારણોસર તેમનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાની વાત છે. પરિણામે, ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોને આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે માત્ર પ્રદેશના નેતાઓ થીજ કામ ચલાવવું પડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને આંતરિક વિવાદના કારણે સ્થાનિક નેતાઓ કઈક નવા જૂની કરે અને સહકાર ન આપે તેવો પણ એક માહોલ જણાઈ રહ્યો છે પરિણામે આ ચૂંટણી ના પરિણામો કેવા રહેશે તે ઉપર સૌની નજર છે.
