ગુજરાતમાં રોજનો કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને પીવાય પણ છે રાજ્યમાં દારૂબંધીનો કોઈ કડક અમલ થતો નથી અને જ્યાં માંગો તે બ્રાન્ડમાં દારૂ મળી જાય છે અને દેશી દારૂની સસ્તી પોટલીઓતો સ્લમ વિસ્તારમાં ખૂણે ખૂણે મળે છે ત્યારે હવે, દારૂના વેપારીઓએ પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી છે..
મુંબઈ, થાને, પાલઘર અને અન્ય જિલ્લાના માન્ય લાયસન્સ ધારક લીકર શોપના માલિકો દ્વારા ગુજરાત પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી થઈ છે.
અરજદાર દ્વારા કોર્ટમાં થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને ફસાવે છે. દારૂની બોટલ સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશે છે, ત્યારે અમારી વિરુદ્ધ FIR કરી હેરાનગતિ કરાય છે.
ફક્ત આરોપીના નિવેદનના આધારે લીકર શોપના માલિકોની ધરપકડ કરવામાં આવે છે. તેમને CRPC ની કલમ 41-A અંતર્ગત નોટિસ પાઠવવામાં આવે છે. તેમની પર FIR કરવામાં આવે છે. લીકરના દુકાન ધારકોએ કોર્ટ કેસનો સામનો કરવો પડે છે. તેમને કોર્ટમાં એન્ટીસીપેટરી બેઇલ માટે અરજી કરવી પડે છે. આવી FIRની વિગતો પણ પિટિશનમાં જોડવામાં આવી છે. અરજદારે અરજીમાં કાર્યવાહીને ગેર બંધારણીય, બંધારણીય હક્કો વિરુદ્ધ અને ક્રિમિનલ પ્રોસીઝર કોડ 1973ના સેક્શન 482નો ઉલ્લેખ કર્યો છે. આ કામ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું હોવાનું અને પોલીસ તેમાં ખોટી દખલગીરી કરતી હોવાની રજુઆત પણ થઈ છે.
આમ,ગુજરાત પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં રજુઆત થતાં સબંધિત વર્તુળોમાં આ પ્રકરણ ભારે ગાજયું છે.