ગુજરાત માં હાર્દિક પટેલ ને તાત્કાલિક અસર થી ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી ગુજરાતમાં નીચેના જિલ્લા પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.જેમાં
1. શ્રી. મહેન્દ્રસિંહ એચ પરમાર- આણંદ
2. શ્રી. આનંદ ચૌધરી ધારાસભ્ય-સુરત
3. શ્રી. યાસીન ગજ્જન- દેવભૂમિ દ્વારકા નો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યમાં આવી રહેલી પેટાચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પણ ફેરફાર શરૂ થયા છે જેના ભાગરૂપે પાટીદાર નેતા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. જો કે, હાલ અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત છે આ તકે
અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી છે.