ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીના તા.10 મી એ કાલે પરિણામ આવે તેની પૂર્વસંધ્યાએ ભાજપે મોટાભાગના જિલ્લા પ્રમુખની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા માં હર્ષદગીરી ,સુરત શહેર નિરંજન ઝાંઝમેરા અને સુરત જિલ્લા માં સંદીપ દેસાઈ, વડોદરા શહેર ડો.વિજય શાહ,વડોદરા જિલ્લામાં અશ્વિન પટેલ જ્યારે રાજકોટમાં કમલેશ મીરાણી,ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વલસાડ માં હેમંત કંસારા , નવસારી માં ભૂરાભાઈ શાહ સહિત વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ હાલ દિલ્હીમાં છે. સંભવતઃ પ્રદેશ સંગઠનની આવતીકાલે જાહેરાત થઈ શકે છે.
રાજકોટના શહેર પ્રમુખ કમલેશ મીરાણી, તો જિલ્લાની જવાબદારી મનસુખ ખાચરીયાને
કમલેશ મીરાણી યુવા ભાજપ પ્રમુખથી લઈને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ મહાનગર પાલિકામાં અનેક હોદ્દાઓ પર જવાબદારી નિભાવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ડી કે સખીયા નો રિપીટ થીયરીને પગલે ફરી જિલ્લા પ્રમુખ બની શક્યા નથી તેમની જગ્યાએ પોરબંદરની 2009ની લોકસભા ચૂંટણી લડેલા મનસુખ ખાચરીયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે. તેઓ જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિમાં સામેલ છે. નોંધનીય છે કે
અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંમડી, કરજણ, કપરાડા અને ડાંગ આઠ વિધાનસભા બેઠકો પર 3જી નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ તમામ બેઠક પર નું પરિણામ કાલે આવી જશે તે પહેલાં જિલ્લા પ્રમુખ ડિકલેર કરાયા છે.
આમ રાજકીય માહોલ ગરમાયો છે.