ગુજરાતમાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજય ના સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબી વિસ્તારો માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે પૈકી રાજ્યના ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ ના સુત્રો એ જણાવ્યુ કે આજે તા. 19થી તા.22 ઓગસ્ટ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈ તંત્ર ને એલર્ટ રહેવા માટે અને જરૂરી આગોતરા પગલાં કરવા માટે રાહત કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ઇમરજન્સી સર્વિસિસનાં તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે.
