ગુજરાતમાં વિધાનસભા ની પેટા ચૂંટણી બાદ આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠ બેઠકો મત ગણતરી શરૂ થઈ ગઈ છે.
વિગતો મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં આઠેય બેઠકો નુ ચિત્ર ક્લિયર થઈ જશે.
ચૂંટણી પંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા છે.
હાલ માં 8 કેન્દ્રો ઉપર કુલ 25 હોલ માં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવી રહી છે. કુલ 320 કર્મચારીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી રહી છે. 17 મતદાન મથક પર EVM થી મતગણતરી થશે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે, જે લગભગ અડધો કલાક ચાલશે. ત્યારબાદ ઇવીએમની ગણતરી કરાશે અને તે પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં અબડાસા, ડાંગ અને ગઢડા બેઠક પર ભાજપ આગળ અને ધારી માંકોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે.
