ગુજરાત માં રાજ્કીય ક્ષેત્રે આમ આદમી પાર્ટી એ પોતાની સત્તાવાર હાજરી નોંધાવી દીધી છે હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા ની નિમણૂક કરી છે. આ એ જ ગોપાલ ઈટાલિયા છે જેઓ ધંધુકા ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે ચાલુ નોકરીએ હતા ત્યારે વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ચંપલ ફેંક્યુ હતું તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમની સાથે માથાકૂટ કરતો ઓડિયો વાઈરલ થતાં પણ ઈટાલિયા ચર્ચામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલિયા સોસિયલ મીડિયા માં ગુજરાતમાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના અવારનવાર આક્ષેપો કરવા માટે જાણીતા છે.
સાથેજ તુલીબેન બેનર્જીને મીડિયા હેડ ગુજરાત પ્રદેશ અને નિકિતાબેન રાવલને પ્રદેશ પ્રવક્તા તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.
