કોરોના એ દેશ ની આર્થિક સ્થિતિ બગાડી નાખી છે લોકોના ધંધા અને નોકરીઓ પડી ભાંગ્યા છે હજુ તો માંડ ગાડી પાટા ઉપર ચડે તે પહેલાં જ ફરી કોરોના ની બીજી લહેર ચાલુ થઈ જતા હવે વેપારીઓ ને ફાળ પડી છે. રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગ ની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢી હોવાનો મીડિયા રિપોર્ટ્સ માં દાવો કરવામાં આવ્યો છે અને 30 ટકા બસો વેચાઇ પણ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડનું નુકસાન છે. જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે જે પૈકી માત્ર અમદાવાદના ટૂર-ટ્રાવેલ સંચાલકોને જ કુલ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયા નો અંદાજ છે. કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચી દેવાની ફરજ પડી છે જ્યારે વિવિધ ટ્રાવેલ સંચાલકોએ 1,250 બસો વેચવા કાઢી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના લીધે 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂકતા હવે સ્થિતિ કફોડી બની ગઈ છે ત્યારે જ પટેલ ટ્રાવેલ્સે પોતાની 50 બસો વેચી દીધી હોવાની જાહેરાત કરતાં અમદાવાદના બસ માલિકોમાં ચિંતા પ્રસરી છે.
ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા સૂત્રો નું માનીએ તો એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિઓ રોજગાર મેળવે છે તે હિસાબે માત્ર અમદાવાદ માંજ 250 બસો વેચાતા 5000 વ્યક્તિઓને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
બસ દોડે કે પાર્કિંગમાં ઊભી રહે પણ એક બસ મહિને 21 હજારથી લઇ 39 હજાર સુધી આરટીઓનો ટેક્સ, 7000 વીમો, 20000 ડ્રાઇવર-ક્લિનર, બેંક હપ્તો, કર્મચારીના પગાર, જીએસટી, 3500 બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ હોય હવે આ ધંધો પડી ભાંગવાની કગાર ઉપર ઉભો છે.
