ગુજરાત માં કોરોના એ ઉપાડો લીધો છે ત્યારે ફરી એકવાર તંત્ર ચૂંટણીઓ યોજવા માટે સજ્જ બની રહ્યું છે, વિગતો મુજબ રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ , વડોદરા ,સુરત ,રાજકોટ ,ભાવનગર,જામનગરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને કોરોનાના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજાનાર હોય થર્મલ ગન ,ફેસ શિલ્ડ ,હેન્ડ ગ્લોવ્ઝ ,લીકવીડ શોપ ઉપરાંત સેનેટાઇઝર્સ ની સગવડ રાખવા જણાવ્યું છે અને રાજ્યના તમામ કલેકટરોને પણ ચૂંટણી દરમિયાન પીપીઇ કીટ સહિતની વસ્તુઓ પુરી પાડવા જણાવ્યુ છે. આ સિવાય રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને પણ પત્ર લખીને ચુંટણીઓ દરમિયાન કોરોના સંક્રમણથી બચવા માટેની મેડીકલ સબંધી જરૂરી વસ્તુઓ પુરી પાડવા સૂચના આપી છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ચુંટણીઓ દરમ્યાન કોરોના વધુ વકરે નહિ તે માટે મહાનગરપાલિકા-પંચાયતોને થર્મલગનથી માંડીને ફેસશિલ્ક-સેનેટાઇઝર્સ સહિતની વસ્તુઓ જિલ્લા મથકોએથી પુરી પાડવા માટે જણાવી દેવાયુ છે.
સૂત્રો ના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઇ શકે છે જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાશે આ માટે ટાઈમ ટેબલ ગોઠવાઈ રહ્યું છે જે બાદમાં ડિકલેર કરવામાં આવશે.
આમ,કોરોના ની સ્થિતિ વચ્ચે પણ ફરી એકવાર ચુંટણીઓ નું ટેંશન પતાવી દેવા માટે સબંધીઓ તૈયારીઓ માં લાગ્યા છે.
