ગુજરાતમાં છેલ્લાં ચાર દિવસથી કોરોના સંક્રમિતો વધ્યા છે, રાજ્યમાં છેલ્લા 32 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને સાજા થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. નવા સંક્રમિતોની સંખ્યા સતત વધતી રહી છે. ગુજરાતમાં કોરોનાનો યુકે સ્ટ્રેન નોંધાયા પછી હવે નવા ડબલ વેરિયન્ટ ની દહેશત ઉભી થઇ છે. ગુજરાત માં ચૂંટણીઓ, મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમોમાં ઉમટેલી આડેધડ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેર માં ભંગને લીધે છેલ્લાં એક મહિનામાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે. ગત 27 નવેમ્બરે 1607 કેસ નોંધાયા હતા જે હાઈએસ્ટ આંકડો હતો. પરંતુ 22 માર્ચે એ આંકડો ક્રોસ થયા પછી સતત વધતો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનો પ્રસાર વધવા પાછળ સામુહિક શિસ્તનો અભાવ ઉપરાંત વાયરસના બદલાતા સ્વરૂપને પણ કારણભૂત માનવામાં આવે છે. યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલોમાં કોવિડ-19 વાયરસમાં E484Q અને L452R મ્યુટેશન વિશે કહેવાયું છે. આ પૈકી L452R મ્યુટેશન સૌ પ્રથમ ગત વર્ષે કેલિફોર્નિયામાં જોવા મળ્યું હતું અને ત્યાંથી દુનિયાભરમાં પ્રસર્યું હતું.
WHOની સત્તાવાર વેબસાઈટ પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ વિશે અપાયેલી માર્ગદર્શિકા મુજબ, બદલાયેલું સ્વરૂપ કેટલું ઘાતક છે એ વિશે ચોક્સાઈપૂર્વક કહી શકાય નહિ. એ સંજોગોમાં કોવિડ-19ની પ્રાથમિક માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે એ જ સૌથી યોગ્ય ઉપાય બની રહે છે.
દેશ માં તો કોરોના ની સ્થિતિ હતી જ પણ ચુંટણીઓ પહેલા ગુજરાત માં એટલીસ્ટ કોરોના કાબુ માં હતો પણ હવે એ સમય બદલાઈ ગયો છે અને હવે કોરોના ના કેસો ની સંખ્યામાં અચાનક જ ઉછાળો આવ્યો છે.
