ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ ફરીથી કોરોના કાબુ બહાર થઈ ગયો છે, અને હવે રાજ્યમાં દૈનિક 1200 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે દિલ્હી ની જેમ ગુજરાત માં પણ કોરોના ઝડપ થી સ્પ્રેડ થવાના ચાન્સ વધતા કેન્દ્ર સરકાર ચિંતીત બની છે અને તેની ગંભીર નોંધ લઈ કોરોના ને તરત જ કાબુ માં લેવા માટે એકશન પ્લાન માટે કેન્દ્ર થી એક ટીમ ગુજરાત આવી રહી છે. કેન્દ્ર સરકારની NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત આવશે. અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. આમ ગુજરાત માં વકરેલા કોરોના ને લઈ દેશભર માં નોંધ લેવાઈ રહી છે અને રોજ ના સરેરાશ કોરોના ના 1000 ઉપર કેસ નોંધાતા સરકાર માં ચિંતા જોવા મળી રહી છે.
