કોરોના ની મહામારી વધતા સંક્રમણ ના ભયે હવે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ તુરત મોકૂફ રાખવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત માં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતા આ બેઠકો ખાલી પડી છે.ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનારી ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે જયારે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની ડ્યૂ ડેટ 6 મહિના લેખે 14 સપ્ટેમ્બર થાય છે. જેથી ગુજરાતની પેટાચૂંટણી મુલતવી રાખવા અંગે કોઇ જ સૂચના આવી નહી હોવાનું તેઓ એ ઉમેર્યું હતું.
ગુજરાત ની આઠ બેઠકો માં મોરબી,કરજણ (વડોદરા), કપરાડા (વલસાડ),લિમડી, (સુરેન્દ્રનગર) ગઢડા (બોટાદ), ડાંગ,ધારી અને (અમરેલી),અબડાસા (કચ્છ) બેઠકો નો સમાવેશ થાય છે અને ચૂંટણીઓ થવાની હતી જે હાલ મુલત્વી રાખવામાં આવી છે.
