રાજ્ય માં કોરોના નો જાણે બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ કોરોના કેસમાં અચાનક વધારો થતાં સરકારે આ વાત ને ગંભીરતા થી લઇ કોરોના ને કાબુમાં લેવા માટે અમદાવાદ સ્થિત અસારવા સિવિલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ ખાતે આવી પહોંચ્યા છે. નીતિન પટેલ સિવિલની મુલાકાત લેશે અને હોસ્પિટલના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરનાર છે જેમાં કોરોના ને કાબુ માં લેવા માટે ચર્ચા અને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવનાર છે.
દિવાળીના તહેવારો શરૂ થવાની સાથે જ અમદાવાદમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી કરવા માટે ભીડ થતા જ સ્થિતિ વકરી હોવાનું અનુમાન છે. જેના કારણે લોકો સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાના નિશુલ્ક ટેસ્ટના કેમ્પ ઉપર મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા. લોકો પોતાના પરિવાર સાથે જ કોરોના ટેસ્ટ કરવવામાં કલાકોથી લાઈનમાં ઉભા રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 4 દિવસથી રોજના 1100થી વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે જ 91 જેટલા કેસ પોઝિટિવ આવતા લોકો માં ચિંતા ઉભી થઈ છે. જેને કારણે આરોગ્ય તંત્ર પણ એક્શન માં આવી ગયું છે અને નાયબ મુખ્યમંત્રી એ બેઠક બોલાવી આ મુદ્દે આગળ શું કરવું તે અંગે ચર્ચાવિચારણા હાથ ધરી છે.
