દેશભરમાં કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે હાલ માં દિવાળીમાં ફટાકડા ફોડવા પર દિલ્હી સહિત કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGT એ નોટીસ પાઠવી ગુજરાત ને પોતાનો અભિપ્રાય આપવા જણાવતા હવે ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશનું કરાશે પાલન
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ
આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે ફટાકડા જાહેર માં ફોડવા ઉપર એક્શન લેવાશે. આમ હવે દિવાળી,ન્યુ ઈયર , થર્ટી ફસ્ટ ઉપર જાહેર માં ફટાકડા ફોડી શકાશે નહીં
