ગુજરાતમાં હજુ ચોમાસા ની સત્તાવાર વિદાય થઈ નથી અને વરસાદ હજુપણ પડી શકે છે માટે વરસાદ માટે તૈયાર રહેશો.
રાજ્ય માં બે દિવસ ભારે વરસાદની શકયતા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહી મુજબ આગામી તા.16 અને 17 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની યોજાયેલી બેઠક માં રાહત કમિશનર હર્ષદ પટેલે આ માહિતી આપી હતી જેમાં જણાવાયા પ્રમાણે
આગામી તા.15 થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તા. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રુપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી. આમ ફરીએકવાર વરસાદ ની આગાહી થઈ છે.
