ગુજરાત માં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યઓ જણાઈ રહી છે. ગુજરાત માં ભાજપ, કોંગ્રેસની સાથે હવે NCP પણ પોતાના ઉમેદવારો ને મેદાનમાં ઉતરવા માટે કવાયત હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરે પેટાચૂંટણી, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્ચાનમાં રાખીને NCP દ્વારા પ્રેસ- કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં તે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી શકે છે.આમ ગુજરાત માં ચુંટણીઓ નો માહોલ ગરમાયો છે અને ધીરેધીરે ગુજરાતમાં ચુંટણીઓ ને લઈ રાજકીય ગતિવિધિ શરૂ થઈ છે.
