ગુજરાત માં કોરોના સંક્રમણ ચિંતા જનક રીતે વધતા સુરત, વડોદરા અને રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિથી કરફ્યૂ લાદી દેવાયો છે જેની રાત્રિ કર્ફ્યુની મુદત આવતીકાલે તા.7 મી એ પૂર્ણ થઈ રહી છે ત્યારે કર્ફ્યુની મુદત લંબાવવા અંગે રાજ્ય સરકાર આવતીકાલે નિર્ણય લઇ શકે છે. આવતી કાલે રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લે તેવી શકયતા છે અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. જોકે,અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂને લઇ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા નવો આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવા અને અમલ કરાવવા નિર્દેશ આપ્યા છે.નોંધનીય છે કે રાજ્યનાં 4 મહાનગરોમા કોરોનાં સંક્રમણનાં કેસો વધતા રાજ્ય સરકારે લગાવેલ રાત્રિ કરફ્યૂની મુદત આવતી કાલ 7 ડિસેમ્બરનાં રોજ પુર્ણ થઈ રહી છે અને બરાબર થર્ટી ફસ્ટ પણ આજ મહિના માં હોય ભીડ ભાડ થવાની શકયતા ને લઇ જોકે રાત્રિ કરફ્યૂ હજુ પણ લંબાવવામાં આવે તેવી પુરી શક્યતાઓ સેવાઇ રહી છે.
