કોરોના ની સ્થિતિ માં કાલે સોમવાર થી કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ અમલ માં રહેશે દિવસે કરફ્યૂ નાખવામાં નહિ આવે.
તેમણે એક રિજનલ ચેનલ સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય, તહેવારોમાં થયેલા સંક્રમણમાં વધારો ન થાય એટલા માટે શહેરમાં દિવસનો કર્ફ્યૂ અમલ માં હતો , તે પણ આવતી કાલે પૂરો થઇ જશે, પણ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેવાનો છે. દિવસનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ માં જ હતો જે આવતીકાલે પૂર્ણ થશે.
આવતીકાલે સવારથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થઇ જવાનું છે. ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલ થવાનો છે, જેનો અમલ ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રહેવાનો હોવાનું તેઓ એ જણાવ્યું હતું.
