વડાપ્રધાન મોદી એ કોરોના ના વધતા જતા આંકડાઓ ને લઈ દરેક રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવા વિડીયો કોંફરન્સ થી વાત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ફરી બધે લોકડાઉન લાગુ થઈ જશે તેવા પ્રકાર ની અફવા ઉડતા ગુટખા અને તમાકુ ,સોપારી ના બંધણીઓ એ સ્ટોક ભરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ગુજરાત ના છોટા ઉદેપુર ના નસવાડી માં પણ લોકો પાન ના ગલ્લે અને હૉલ સેલ ની દુકાનો માં સ્ટોક એકત્ર કરવા ઉમટી પડતા ભારે ભીડ થઈ હતી અને આ બધા વચ્ચે એક દુકાન ઉપર તો ગ્રાહક અને દુકાનદાર વચ્ચે જામી પડતા મારામારી થઈ હતી પરિણામે લોકો મોટી સંખ્યા માં ઉમટી પડતા પોલીસ અને મામલતદાર સહિત નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને માસ્ક વગર અને સોસિયલ ડિસ્ટનિંગ ના નિયમો નો ભંગ થયેલો જણાતા ટોળાઓ વિખેરી નાખી ભીડ દૂર કરી હતી અને તાત્કાલીક દુકાનો બંધ કરાવી દીધી હતી.
આમ ગુજરાત માં લોકડાઉન ફરી પાછું લાગુ થશે તેવી અફવા ઉડતા બંધણીઓ માં ભારે દોડધામ જોવા મળી હતી. જોકે હાલ માં પણ પાન, મસાલા અને તમાકુ ના ભાવો વધી ગયા છે.ત્યારે વધુ ભાવ વધે અને દુકાનો ગલ્લા બંધ થાય તે પહેલાં ખરીદી કરવા લોકો ની ભીડ થઈ હતી.જોકે, નીતિન પટેલે ગુજરાત માં લોકડાઉન આવવાનું નથી તેવી સ્પષ્ટતા કરી ચુક્યા છે.
