ગુજરાત માં વધુ એક પાર્ટી અસ્તિત્વ માં આવી રહી છે અને તે પાર્ટી બનાવી રહ્યા છે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ એ હવે NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માંથી રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં NCPએ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી દઈ ને જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા.
પીઢ રાજકારણી એવા શંકરસિંહ વાઘેલાએ પોતાની 50 વર્ષની રાજકીય કારકિર્દી માં અત્યાર સુધીમાં પાંચ પક્ષ બદલી ચૂક્યા છે. વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં તેઓએ ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલી નાખ્યાં હતા છે.હવે શંકરસિંહ વાઘેલા ‘પ્રજા શક્તિ મોરચો’ નામની નવી પાર્ટી બનાવવા જઇ રહ્યા છે , જેમાં આ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે. જો કે, આ અગાઉ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટી અને જન વિકલ્પ પાર્ટીની રચના કરી હતી.
ગુજરાત માં ભાજપ ને ઝટકો આપનાર તેઓ પ્રથમ નેતા હતા અને પછીના ઘટનાક્રમ માં તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે વર્ષોથી માંગ હતી તેવા જિલ્લાઓ ની માંગ એકજ ઝાટકે પુરી કરી વચન પાળ્યું હતું. ત્યારે હવે પછી નવી પાર્ટી બનાવી શુ પરિવર્તન આવશે તેતો સમય જ બતાવશે.
