આજે લાભ પાંચમ ના શુભ દીને ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ વિધાનસભા સંકુલના ચોથા માળે યોજાશે.
આ કાર્યક્રમ માં વિજેતા ધારાસભ્યો સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેનાર છે. ગુજરાતની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપ ના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના સૂત્રો એ જણાવ્યું કે કોરોના ની વકરેલી સ્થિતિ ને કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે. આજે ભાજપ છાવણી માં ઉત્સાહ જણાઈ રહ્યો છે.
