રાજ્યમાં બારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં સંભવિત ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા ને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તા.14 અને 15 ઓગષ્ટે રાજ્યમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. બેથી ત્રણ દિવસ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.
હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર પણ સર્જાયું છે. જે આગામી બે દિવસોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ એક અપર એર સાયકલોનિક સિસ્ટમ છવાયેલી છે. જ્યારે કે ઉત્તર ભારત પર રહેલા ચોમાસાની ધરી આગામી બે દિવસમાં સરકીને મધ્ય ભારત ઉપર સક્રિય થશે. જેની અસર હેઠળ આગામી 25 ઓગષ્ટ સુધીમાં ગુજરાત માં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.
હાલ માં અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પવનો જમીન તરફ ફૂંકાઇ રહ્યા છે અને વરસાદ નું જોર વધવાની શક્યતા ને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 14 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ માં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી મહોલ જામ્યો છે અને કેટલાક સ્થળો એ હેલી થવાથી કેટલાય દિવસો થી સૂર્ય દાદા ના દર્શન થયા નથી આમ વરસાદી માહોલ મોડેમોડો જામતા ધરતી પુત્રો ઝૂમી ઉઠ્યા છે. જોકે ભારે વરસાદ ની આગાહી થતા તંત્ર સ્ટેડબાય બન્યુ છે અને જવાબદાર અધિકારીઓ ને હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ અપાયા છે.
