ગુજરાત માં માવઠા થી થયેલ નુકસાન નું સરકાર વળતર ચૂકવશે એમ CM રૂપાણી એ જણાવ્યું છે.રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ ને પગલે ખેતી માં થયેલ નુકશાની ની વિગતો ના સર્વે બાદ સરકાર દ્વારા વળતર અપાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ માવઠાને લઈને જે વિસ્તાર પ્રભાવિત થયા છે તેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરવામાં આવશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે એવી જાહેરાત કરી છે.
માવઠાંથી રવીપાકને જેવાકે ચણા,તુવેર,ડાંગર જીરું, ડુંગળી, કપાસ, શાકભાજી, સૂકો ઘાસચારો અને કેટલીક આંબાની મંજરી ને ભારે નુકસાન થયું છે.
