કોરોના માં સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરનાર પબ્લીક ને પકડી ને દંડ કરવાનું અભિયાન ચાલુ છે ત્યારે રાજકારણ સાથે સંકળાયેલા લોકો ને દંડ કરવામાં પોલીસ સો વાર વિચાર કરે છે ભૂતકાળમાં પણ નેતાઓ રેલીઓ અને સભાઓ ગજાવી ચુક્યા છે પણ હાજર પોલીસ હંમેશા આ વાત ને નજર અંદાજ કરતી આવી છે ત્યારે અમદાવાદ ના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ઊજવણી કરી હતી, જેમાં તેમના સમર્થકો એ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને એકબીજાને કેક ખવડાવી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા અને ગળામાં જ માળા જેમ લટકી રહયા હોવાનું જણાયું હતું.
નોંધપાત્ર વાત તો એ હતી કે આ ઉજવણી દરમિયાન મેઘાણીનગર પોલીસની એક વાન પણ ત્યાં હાજર હતી. જોકે,પોલીસે ધારાસભ્ય થાવાણી દ્વારા કરાયેલ ગાઈડલાઈન નો ભંગ મામલે કોઇ કાર્યવાહી કરી ન હતી પણ ત્યાંથી પસાર થતાં અન્ય સામાન્ય લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારી કાયદા નો અમલ કરાવવામાં વ્યસ્ત જણાઈ હતી.
આમ કોરોના ની ગાઈડલાઈન નો જબરદસ્ત અમલ થઈ રહ્યા ની બેવડી નીતિ જોવા મળી રહી છે.
અહીં એવી ચર્ચા ચાલતી હતી કે લગ્નમાં 100ને મંજૂરી પણ થાવાણીએ નરોડાના MLA બન્યાની ત્રીજી વર્ષ ગાંઠ ઉજવવા 150 લોકોને ભેગા કર્યા હતા.
