રાજ્યભર માં કોરોના માં મૃત્યુ પામનાર દર્દીઓ નો આંકડો ખોટો હોવાની વાત પુરવાર થઈ ચૂકી છે અને અમદાવાદ,વડોદરા, રાજકોટમાં પણ કોરોના નો સરકારી મૃત્યુઆંક અને સ્મશાન ના આંકડા માં ખુબજ મોટું અંતર જોવા મળ્યું છે ખરેખર તો સ્મશાન માં કોરોના ના નિયમો હેઠળ કરાતા અંતિમ સંસ્કાર માં દર્દીઓ ની સંખ્યા ચોંકાવનારી છે આમ ગુજરાત ના મેટ્રો શહેરો બાદ વલસાડ , વાપી માં પણ આવુજ કઈક બહાર આવતા કોરોના ની ગંભીરતા વાસ્તવિક ધોરણે કઈક જુદીજ હોવાનું જણાય રહ્યું છે.
વલસાડ જિલ્લામાં કોરોના ને લઈ કુલ 132 મોત થયા ની વાત છે. જેમાં સરકારી યાદી મુજબ જોવામાં આવે તો વાપી તાલુકામાં 51 કોરોના ના દર્દીઓ ના મોત થયા છે આ આંકડો સરકારી છે પણ બીજી તરફ વાપી દમણગંગા નદી કિનારે આવેલા મુકિતધામ સ્મશાન માં કોરોના થી મોત ને ભેટેલા દર્દીઓ નો આંકડો બે ઘણો વધુ છે અહીં છેલ્લા ત્રણ મહિના માં કોરોનાગ્રસ્ત 110 દર્દીઓના અગ્નિસંસ્કાર થયા હોવાનું નોંધાયું છે જે ચોંકાવનારી હકીકત છે.
જિલ્લામાં મોતના આંકડા અને સ્મશાનમાં કોરોનાના મૃતકોને અગ્નિસંસ્કારના આંકડામાં આટલો મોટો તફાવત એ ચોંકાવનારી વાત છે.આમા સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થાય અને ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થાય તે અલગ બાબત હોવાનું માનીએ તો રાજ્ય માં જે મૃત્યુઆંક સરકારી ચોપડે બતાવવામાં આવે છે તે માત્ર સરકારી જ હોવાનું માની શકાય મતલબ કે સાચો મૃત્યુઆંક જાણવો હોય તો રાજ્યના તમામ સ્મશાન ગૃહ નો રેકોર્ડ તપાસવો પડે અને પછી જે આંકડો હશે તે ત્રણ ઘણો હોવાની શક્યતા નકારી શકાતી નથી અને સરકાર ના વાસ્તવિક આંકડા કરતા સેંકડો લોકો કોરોના માં માર્યા ગયા ગયા હોવાની વાસ્તવિકતા સામે આવી રહી છે.
