પાટણ જિલ્લાના કમલીવાડા ગામના 50 વર્ષીય વ્યક્તિ ને મ્યુકોરમાઇસીસ રોગ ને લઈ મોત થઈ જતા રાજ્ય નું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. મૃતક વ્યક્તિ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનામાં મ્યુકોરમાઇસીસના લક્ષણો દેખાયા હતા.
વિગતો મુજબ GRDમાં ફરજ બજાવતા 50 વર્ષના દિનેશભાઈને કોરોના થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બાદ માં સાજા થયા હતાં. પરંતુ થોડા જ સમયમાં તેમને આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવઅને ફંગસની ફરિયાદ શરૂ થઈ હતી. સારવાર દરમિયાન તેમને મ્યુકરમાઈકોસીસ ઈન્ફેક્શન થયું હોવાનું જણાયું હતુ
અને બાદ માં મોત થઈ ગયું હતું.
પાટણમાં મ્યુકોરમાઇસીસ ને કારણે પ્રથમ મોતથી ગુજરાતનો સ્વાસ્થ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. આ ઘટના બાદ તંત્ર સજાગ થઈ ગયું છે. કોરોના મહામારીની સાથો સાથ મ્યુકોરમાઇસીસ હવે તબીબો માટે ચિંતા નો વિષય બન્યો છે.
