ગુજરાત માં ચૂંટણી અને દિવાળી બાદ કોરોનાના કેસ માં ઝડપ થી વધારો થઈ ગયો છે. વિતેલા 24 કલાક માં કોરોના ના કુલ 1125 પોઝિટિવ કેસ સામે આવતા હવે કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓ ના મોત થતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં પોઝીટિવ કેસ માં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય માં કોરોના ના દર્દીઓ ની સ્થિતિ આ મુજબ જણાઈ છે જેમાં અમદાવાદ 218, સુરત 158, વડોદરા 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 17, આણંદ 17, જામનગર 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જુનાગઢ કોર્પોરેશન 11, જુનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર 5, જામનગર 5, છોટા ઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2, નવસારી 2 કેસ પાલિકા ના સરકારી ચોપડે નોંધાયા હતા.
આ સિવાય પ્રાઇવેટ હોસ્પિટલ ના કોઈ આંકડા નહિ હોવાથી કેસ ની સંખ્યા વધારે હોવાની શક્યતા છે.
