ગુજરાત માં સમગ્ર એશિયા ના સૌથી રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.મોટા ગણાતા રોપવે એવા ગિરનાર રોપવે નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઇ-લોકાર્પણ કર્યું હતું.
ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી એ ગિરનાર રોપવે સાથે સાથે ઇ-લોકાર્પણ કરવા સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરી હતી. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે નું કામ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાથી હવે ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. ભારત આજે સોલાર પાવર ઉત્પાદન અને ઉપયોગમાં દેશના ગણતરીના દેશોમાં છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખુબજ લાભદાયી રહેશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના મારફતે 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. તેઓ એ કહ્યું કે રોપવે મારફતે વધુને વધુ લોકો ગિરનારના દર્શન કરે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરૂ છું. લાખો લોકોને દર્શન કરાવુ પુણ્યનું કામ કર્યું છે.
કિસાન સૂર્યોદય યોજનાનું મોદીના હસ્તે ઈ-લોકાપર્ણ કરવામાં આવ્યું
કિસાન સૂર્યોદય યોજનાનું આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.
ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. જોકે ટિકિટ દર ની વાત કરવામાં આવે તો 16 વર્ષથી વધુ ઉંમર ની વ્યક્તિ માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. અહીં રોપવે માટે રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આમ ગીરનાર રોપવે આજના ન્યૂઝ માં ટોપ ન્યૂઝ રહ્યા હતા.
