ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અગાઉ પણ નેતાઓ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા ચાલુ રહી છે અને આજ બાબત માં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડયા ની વાત સામે આવી રહી છે,જેમાં ગુજરાત કોંગ્રેસના કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તા કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપીને કોંગ્રેસ ના નેતાઓ ને આડે હાથ લીધા હતા, કૈલાશ ગઢવીએ પાર્ટીમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેઓ નારાજ હોવાનુ જણાવી પક્ષમાંથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
