એક તરફ કોરોના બેકાબુ બન્યો છે અને રાજ્ય માં હાલ સરેરાશ માત્ર સરકારી આંકડા મુજબ રોજ ના 1000 થી ઉપર કોરોના ના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રહણ ટાણે જ સાપ કાઢવાનું શૂરાતન ચડતા વાલીઓ મેદાન માં આવ્યા છે અને સરકારે નિર્ણય લેતી વખતે વાલીઓ ના પ્રતિનિધી મંડળ ને સાથે કેમ ન રાખ્યા તે મુદ્દો ઉઠાવી બાળકો ને શાળાએ નહિ મોકલવા મુદ્દે હોબાળો કરતા સરકારે ક્યાંક કાચુ કપાઈ ગયા નું મહેસુસ કરી રહી છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરુ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કરી જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વકર્યો છે ત્યારે સરકારે વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં શાળા ખુલવાનો નિર્ણય પાછો ખેંચવા માંગ ઉઠી છે, વાલી મંડળ વડોદરા પેરન્ટ્સ એસોસિએશન દ્વારા અપાયેલા 23 નવેમ્બરના શાળા બંધના એલાનને ટેકો જાહેર કરવા જણાવ્યું છે. જ્યા સુધી કોરોના વેક્સિન ના આવે ત્યાં સુધી સ્કૂલો નહિ ખોલવા માંગ કરી છે. તેઓ એ જણાવ્યું કે શાળા સંચાલકો અને સરકારે દબાણ કરીને પરિપત્ર બહાર પાડીને સ્કૂલ ખોલવાનું દબાણ ના કરવું જોઈએ. તાત્કાલિક સ્કૂલો ખોલવાનો નિર્ણય સરકારે પાછો ખેંચવો જોઈએ.
સરકારે સ્કૂલો શરૂ કરવાની પોલિસી કે SOP તૈયાર કરતા સમયે શિક્ષણ તજજ્ઞો અને વાલીમંડળને સાથે રાખવાં જોઇએ. વાલી બાંહેધરી આપશે તો સંચાલકોની કોઇ જવાબદારી રહેશે નહીં. આ સ્થિતિમાં માત્ર એકની જવાબદારી નક્કી થવી જોઇએ નહીં. સ્કૂલો શરૂ કરવા મુદ્દે વાલીમંડળને સામેલ કરવા સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે બાળકને સ્કૂલે મોકલવાની જવાબદારી વાલીની રહેશે નહીં. વાલી બાળકની કોઈપણ બાંહેધરી પત્રક ઉપર સહી કરશે નહીં. સરકાર સ્કૂલો ખોલવા અંગે જે પોલિસી તૈયાર કરે તેને વાલીની જવાબદારી નક્કી કરી છટકી શકે નહીં.
આમ સ્કૂલો ખોલવા મુદ્દે ફરી એકવાર ઘમાસાણ મચ્યું છે અને જ્યાં સુધી સેફટી ની બાંહેધરી ન મળે ત્યાં સુધી મોટાભાગ ના વાલીઓ બાળકો બાળકો ને શાળા એ નહિ મોકલવા મક્કમ બનતા હવે કોરોના નો ભય દૂર થાય ત્યાં સુધી વધુ રાહ જોવાનો વખત આવી શકે છે.
